નવયુગ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય મતદાર દિવસ -૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી.
નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ કોમર્સ કોલેજ દ્વારા આચાર્ય ડૉ.વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે કોલેજના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં મતદાર તરીકેની જવાબદારી અને લોકશાહીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હેતુ સાથે “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મુખ્ય મહેમાન તરીકે શ્રી રવિ જાદવ (ચૂંટણી વિભાગ, કલેકટર કચેરી, સુરત) ઉપસ્થિત રહ્યા. તેમણે લોકશાહીનું મહત્વ સમજાવતાં કહ્યું કે, “લોકશાહીનું બળ દરેક નાગરિકના મતમાં છે. મતદાન એક પવિત્ર કર્તવ્ય છે જે નાગરિકોને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની તક આપે છે.”
શરૂઆતમાં સૌએ મતદાર શપથ ગ્રહણ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. અંકિતા ઝાડેશ્વરીયા દ્વારા લેવડાવવામાં આવી હતી. “લોકશાહી અને મતદાનનું મહત્વ”ના વિષય પર પોસ્ટર બનાવટની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાની સર્જનશીલતા દર્શાવી, નવનવાં વિચારો સાથે લોકશાહીનું મેસેજ આપતા રંગીન પોસ્ટરો તૈયાર કર્યા.
એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડો. અંકિતા ઝાડેશ્વરીયા તેમજ ડો. રૂપેશ દવે દ્વારા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતુ. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઈનામ આપવામાં આવ્યા હતા.
