પુના ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને વાલી સંમેલન -2025 યોજાયું.
સુરેશભાઈ વૈધ (પૂર્વ રેલવે અધિકારી) દ્વારા શાળાને મળેલ રૂ.25000/- અંકે રૂપિયા પચ્ચીસ હજાર નું માતબર દાન
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરત ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને વાલી સંમેલનનું સુંદર આયોજન તા.26-01-2025ના રોજ કરવામાં આવ્યું હતું.
“દીકરીના પ્રણામ ,દેશને નામ ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.ગામની સૌથી શિક્ષિત દીકરી તરીકે મિનાક્ષીકુમારી આર. પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેઓ M.A.L.L.B,L.L.M સુધી અભ્યાસ પૂર્ણ કરી મહુવા સેશન કોર્ટમાં લીગલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે ભારતના બંધારણ,કાયદા કાનૂન ,લોકશાહી વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરી બાળકોને વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.શાળા તરફથી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ છેલ્લા એક વર્ષમાં જન્મેલી 6 બાળકીઓને માતાપિતા સાથે સ્વાગત કરી સ્મૃતિ પત્ર આપવામાં આવ્યું હતું.
આ તબક્કે શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી રેખાબેન પટેલ,સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,દાતા સુરેશભાઈ વૈધ,માજી સરપંચશ્રી સ્નેહલકુમાર, smc અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, દૂધ ડેરી પ્રમુખ ઠાકોર ભાઈ પટેલ,ગામ આગેવાનો, SMC ગણ ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આચાર્ય શ્રી શાંતિલાલ જે ચૌધરીએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થી મહામંત્રી તનવિશા પટેલ,અને નવ્યા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
