સરકારી બી.એડ. કોલેજ કાછલ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન 2.0 પોલીસી અંતર્ગત અનુદાન મેળવતા વિદ્યાર્થીઓ
કાછલ:
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના સહયોગથી સરકારી બી.એડ કોલેજ કાછલ ખાતે ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન 2.0 પોલિસી અંતર્ગત તારીખ 25 જાન્યુઆરી 2025 ના રોજ બી.એડ.ના દ્વિતીય વર્ષના વિદ્યાર્થીની કુમારી શ્રેયાંશી પટેલ અને ટીમના સભ્યો કુમારી વૈભવી ચૌધરી અને સ્મિત પટેલને તેઓના ઇનોવેશન પ્રોડક્ટ માટે કોલેજ વતી Proto type તૈયાર કરવા માટે અનુદાન આપવામાં આવેલ હતું.આ તબક્કે કોલેજના આચાર્ય ડો ભાવેશ ઠકકર અને SSIP Cordinator 2.0 ડૉ રોહિત વાળંદ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
