૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે
 
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ
 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ – વલસાડ
2. શ્રી ઋષિકેશ પટેલ – બનાસકાંઠા
3. શ્રી રાઘવજીભાઈ પટેલ – રાજકોટ
4. શ્રી બળવંતસિંહ રાજપૂત – મહેસાણા
5. શ્રી કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ
6. શ્રી મુળુભાઈ બેરા – જામનગર
7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા – અમદાવાદ

રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
9. શ્રી હર્ષ સંઘવી – ગાંધીનગર
10. શ્રી જગદીશ વિશ્વકર્મા – ખેડા
11. શ્રી પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ
12. શ્રી બચુભાઈ ખાબડ – દાહોદ
13. શ્રી મુકેશભાઈ પટેલ – નવસારી
14. શ્રી પ્રફુલ પાનશેરીયા – સુરત
15. શ્રી ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર
16. શ્રી કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં