આઈ ટી આઇ કરચલિયા ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ યોજાયો
અનાવલ : મહુવા તાલુકાના કરચેલિયા ખાતે સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઇટીઆઇ કરચેલિયા ખાતે આયોજિત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે સ્વામિ વિવેકાનંદ રમતોત્સવ તા 16/01/2025 થી 24/01/2025 દરમ્યાન રમાડવામાં આવી રહ્યો છે જેમાં રસ્સા ખેંચ, સંગીત ખુરશી, બેટમિંન્ટન, લીંબુ ચમચી, સતોડીયું, લંગડી, ગિલ્લી દંડા, વોલીબોલ,કેરમ, ચેસ,ક્રિકેટ જેવિ રમતોનું આયોજન સંસ્થાના આચાર્ય એન. એસ. પટેલ તેમજ ફોરમેન પી. જી. પટેલ અને સંસ્થાના તમામ સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ઓ ના નેતૃત્ત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી આઇટીઆઇના આયોજકો દ્વારા પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું.
