ભામજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આનંદ મેળો ઉજવાયો.
અનાવલ : મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ ભામજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભવ્ય આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને વ્યવસાયિક જ્ઞાન મળે એ હેતુથી આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો. બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને આ વાનગીઓનું ઉત્સાહપૂર્વક બાળકો અને વાલીઓ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. અનાવલ ગામના અનેક મહાનુભાવોએ આ આનંદ મેળામાં આવી આનંદ મેળાની શોભા વધારી હતી. સંચાલકો અને શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં શાળાના ટ્રસ્ટી સુએઝભાઇ અને ફાતિમાબેને બાળકોને શુભકામના પાઠવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
