વ્યારાના ખેડૂતે બેંકની નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીમાં મેળવી ઝળહળતી સફળતા…
આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ અને માર્ગદર્શન મેળવી બેડકુવા દુર ગામના પ્રતિકભાઈ ચૌધરીએ બેંકની નોકરી છોડી પ્રાકૃતિક ખેતીની કરી હતી શરૂઆત. હાલ તેઓ સીડલેસ લીંબુની ખેતી કરીને ઘણી સારી આવક મેળવી રહ્યા છે. આ સિવાય સુપરફૂડ સરગવો, કઠોળ, રીંગણ, ભીંડા, મરચાં, ટામેટા, ડુંગળી, કોબીજ, કાજુ, આંબળા સહિતના મિશ્રપાક પણ લઈ રહ્યા છે…
લીંબુના વેચાણ સહિત લીંબુનું અથાણું, ચટણી, શરબત માટેની ફ્લેવર સહિતની વસ્તુઓનું વેચાણ કરીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે…
