મહુવાના વાંસકુઈ ગોળીગઢ ફળિયામાં મોટરચોરી થતાં પોલીસને લેખિત ફરિયાદ..
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ ફળિયામાં રહેતા ખેડૂત કેયુરભાઈ સુરેશભાઈ મહેતાની બ્લોક નંબર-14 વાળી વડીલો પાર્જીત મિલ્કત વાંસકુઈ ગામે આવેલ છે.જે ખેતરમાં સિંચાઇની સુવિધા માટે બોર કરવામા આવ્યો છે અને એ બોર થકી ખેતરમાં પાણી પીવડાવવામાં આવે છે.ગત રવિવારના રોજ ખેડૂત કેયુરભાઈ ખેતરમાં ખેતી કામ અર્થે ગયા હતા તે દરમિયાન બોરમાં મોટર નજરે પડી ન હતી અને વાયરો કપાયા હતા.પ્રથમ તો ખેડૂત દ્વારા આજુબાજુ મોટરની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા મોટર ચોરી થઈ હોવાનો અહેસાસ થતા ખેડૂત દ્વારા ઘટના અંગે મહુવા પોલીસને લેખિત જાણ કરી ત્વરિત ખેતરમાંથી મોટર ચોરનાર ઈસમને ઝબ્બે કરી અન્ય ખેડૂતોને ભયમુક્ત કરવાની માંગ કરી હતી.
