મહુવા તાલુકાની પ્રાથમિક શાળા તરકાણીમાં શાળાના 72મા સ્થાપનાદિનની ભવ્ય અને રંગેચંગે ઉજવણી
મહુવા તાલુકાની પ્રાથમિક શાળા તરકાણીમાં શાળાના 72મા સ્થાપનાદિનની ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.ચાંદની ચાંદનીની હાજરીમાં સાંજના સમયે મહુવા તાલુકાપંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ રમીલાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત થઈ.શાળાના આચાર્ય ભાવિનીબેન પટેલે પોતાની અગ્રશૈલીથી સૌને આવકાર સાથે અભિવાદન કર્યું હતુ અને સાથે-સાથે શાળાનો અકલ્પનીય વાર્ષિક મહોત્સવની ખૂબ જ ધમાકેદાર અને જોરદાર ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાર્થના,સ્વાગતગીત, ડાન્સ,નાટક,બાળગીત,આદિવાસી નૃત્ય,હનુમાન ચાલીસા જેવા જુદી જુદી થીમ પર આધારિત જોરદાર કાર્યક્રમ જોઈ તમામ આમંત્રિત મહેમાનો,વાલીઓ અને ગ્રામજનો ખૂબ જ ખુશખુશાલ થયા હતા. શાળાના આચાર્ય મારફત શ્રેષ્ઠવાલી અને શ્રેષ્ઠવિદ્યાર્થીને ઇનામ આપે સન્માનિત કરવામાં આવ્યા હતા.સમારંભમાં શાળાના માજી આચાર્ય પ્રતાપભાઈ પટેલને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતુ.તેમણે શાળા અને શિક્ષકો તથા બાળકોને અભિનંદન પાઠવ્યા અને શાળાના નાના નાના ભૂલકાઓ સાથે સ્થાપના દિન નિમિત્તે કેક કાપી અને “આતશબાજી”ની રમઝટ સાથે શાળા સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્યા ભાવિનીબેન પટેલે સૌ વાલીમિત્રો,ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
