સુવાલી બીચ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વોલિબોલ ટુર્નામેન્ટ યોજાઈઃ
પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર ટીમોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરાઈ
માહિતી બ્યુરો સુરત:સોમવાર: સુવાલી બીચ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવ અંતર્ગત વોલિબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા યુવાબોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતના અંતે પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર ટીમોને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી, ચોર્યાસી તા.પં.પ્રમુખ તૃપ્તિબેન પટેલ, દામકાના ઉપસરપંચ તુલસી પટેલ, યુવાબોર્ડના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ, હિરેન બ્રહ્મભટ્ટ અને જિલ્લાના અન્ય સંયોજકો હાજર રહ્યા હતા.
