મહુવા તાલુકાના લશણપોર ગામની સીમમાં 2.66 લાખના દારૂ ઝડપાયો…
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના લસણપોર ગામની સીમમા નવી કોલોની ફળીયામા આવેલ ખુલ્લા ગ્રાઉન્ડની પાછળ આવેલ ઝાડી ઝાખરામા જાહેરમા વિદેશી દારૂનો જથ્થો ઉતારી કારટિંગ થનાર હોવાની બાતમી જિલ્લા એલસીબીના નિલેશભાઈ ચૌધરીને મળી હતી.જે બાતમી આધારે ગુરુવારે જિલ્લા એલસીબીની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા પોલીસને ઘટના સ્થળે થી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 2338 બોટલ કિંમત રૂ.2,66,400 અને મોટર સાયકલ (GJ-19-AC-2957) કિંમત રૂ.50 હજાર મળી કુલ્લે 3,16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રાજેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર રમેશભાઈ ઢો.પટેલ (રહે.આંગલધરા તા.મહુવા) અને હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મો.સા.નો ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
