NRI દંપતિ પુના શાળાની મુલાકાતે
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામના વતની અને હાલ લંડન નિવાસી ઇલાબેન હરેન્દ્રભાઈ પટેલે સપરિવાર પુના શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ જે ચૌધરીએ પુષ્પ ગૂચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું અને શાળાની પ્રગતિ,ભૌતિક સુવિધા,શાળાની પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી હતી.શાળાની મુલાકાત લઈ ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.બાળકોને મળી સૌને શિક્ષણનું મહત્વ જણાવી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા
