રાજ્યમાં રવિવારે યોજાનાર કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યમાં રવિવારે યોજાનાર કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો
ઉપર લાવવા- લઇ જવાની એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા અપાશે

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત