રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ
 
પ્રાકૃતિક કૃષિ એટલે ખર્ચ વગરની ખેતી: રમેશભાઈ પટેલ
રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જનઆંદોલન બને ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ૭૦ વર્ષીય રમેશભાઈ કલ્યાણભાઈ પટેલ વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે. તેઓ પલસાણા તાલુકાના નાંદીડા ગામે ખેતીની જમીન ધરાવે છે. ૭૦ વર્ષીય રમેશભાઈ રાસાયણિક ખાતરના જમીનને થતા નુકસાનથી સારી રીતે વાકેફ છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો અપનાવતા થાય એ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ ખેડૂતોને આ ખેતીમાં જોડવા જનઆંદોલન ચલાવી રહ્યા છે.
તેમના પ્રાકૃતિક ખેતીના પ્રવચન સોશ્યલ મીડિયાના માધ્યમથી મેં અવારનવાર સાંભળ્યા હતા, ત્યારે બારડોલી સુગર ફેક્ટરી દ્વારા ગત તા.૨૪મીએ આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તેઓ માર્ગદર્શન આપવા આવવાના છે એવી જાણકારી મળતા અહીં તેમને પ્રત્યક્ષ સાંભળવાનો મોકો મળ્યો હતો. જેમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ વાત પરથી મને પ્રેરણા મળી અને હવે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો છે.
પ્રાકૃતિક કૃષિ એટલે ખર્ચ વગરની ખેતી એમ જણાવી રમેશભાઈએ કહ્યું કે, ગુણવત્તાયુક્ત અને રસાયણયમુક્ત ખેતપેદાશ, સ્વસ્થ ખોરાક, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં મને દેખાઈ રહી છે. આવનાર સમય પ્રાકૃતિક કૃષિનો હશે એમ કહેવું જરાય ખોટું નથી.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી *કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.

મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી પરના જુના પુલ પર જાહેરનામું

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ

સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ   ૧૨૪.૨૬ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવીઃ સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત