ઝેરમુક્ત કૃષિની જ્ઞાનપ્રાપ્તિ માટે કલકવા શાળાના વિદ્યાર્થીઓની મહુવાના વડીયા પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત લીધી:
આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી ગીરીશભાઈ ચૌધરી અને શિક્ષકગણ સાથે મહુવા તાલુકાના વડીયા ગામ સ્થિત જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
પ્રકાશભાઈએ વિદ્યાર્થીઓને પંચસ્તરીય જંગલ મોડેલના પરિચય સાથે ઝેરમુક્ત ખેતી, જીવામૃત અને વિવિધ પાકોની સહજીવન પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી. આ જ્ઞાનવર્ધક પ્રવાસે વિદ્યાર્થીઓને કૃષિ પ્રત્યેની જાણકારી સાથે જ પ્રેરણાદાયી અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત દરમિયાન પોતાના સાથે લાવેલા ભોજનનો પરિચય અપાવતી વિવિધતાને માણી અને નૈસર્ગિક વાતાવરણમાં ભોજન કર્યું. આ પ્રવાસ દ્વારા તેઓએ ન માત્ર ખેતીની વ્યાવહારિક સમજ મેળવી, પરંતુ સ્વસ્થ સમાજ નિર્માણ માટે કૃષિ પદ્ધતિઓમાં અનુકૂળતા લાવવાની પ્રેરણા પણ મેળવી હતી.
