વસરાઈ ભગવાનપુરા વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાનપુરા વસરાઈ વચ્ચે મોટર સાયકલ ચાલકે સાયકલ સવાર ચાલકને પોતાના કબજાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાયકલ ને અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત ની ઘટનામાં સાયકલ નો ભુક્કો બોલી ગયો હતો જ્યારે સાયકલ સવાર ચાલકને ઇજા પહોંચી હતી.તેમજ મોટર સાયકલ ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી જેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
