બી.આર.સી.કક્ષાની વાર્તા સ્પર્ધા માલિબા સાંસ્કૃતિક ભવન મહુવા ખાતે યોજાઈ.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગદર્શીત બી.આર.સી.ભવન મહુવા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મહુવા આયોજિત પ્રાથમિક શાળા માટે બી.આર.સી.કક્ષાની વાર્તા સ્પર્ધા માલિબા સાંસ્કૃતિક ભવન જી.એચ.ભક્ત હાઈસ્કૂલ કેમ્પસ મહુવા ખાતે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ની ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી.આ પ્રસંગે મહુવા તાલુકા શિક્ષણાઅધિકારી,બી.આર.સી.ભવન મહુવા ના અધિકારી કર્મચારીઓ,તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત શિક્ષકો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.