EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સુરતની વેસુ ૧૦૮ની ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાઈ.
હૈદરાબાદ ખાતે ૧૦૮ ટીમને એવોર્ડ એનાયત કરાયો
EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે સુરતની વેસુ લોકેશનની ૧૦૮ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
ગત તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ સુરત જિલ્લાના ગિરીશભાઈ પટેલ વેસુ થી ૧૭ કિલોમીટર દૂર હજીરા નજીક મોરા ટેકરા ગામમાં ઝેરી દવા પી લીધી હતી. ૧૦૮ને કોલ મળતા ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશ્યિયન સરિતાબેન અને પાઇલોટ કરણભાઈએ ઝડપી સારવાર આપી દર્દીનો જીવ બચાવ્યો હતો. તેમને ૧૦૮ મારફતે પરિતોષ હોસ્પિટલ,અડાજણ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કર્યા હતા. આ કેસમાં ઉત્કૃષ્ટ સેવા બદલ વેસુ ૧૦૮ને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવા એવોર્ડ ૧૦૮ના ઈએમટી સરિતાબેન અને પાઇલોટ કરણભાઈને ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડૉ.જી.વી.કે. રેડ્ડીના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે EMRI ૧૦૮ સેવા ડાયરેક્ટર કૃષ્ણમ રાજુ એન વેંકટેશમ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રામ શેખર અને ગુજરાતના ૧૦૮ સેવાના સીઓઓ જશવંત પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા દ.ગુજરાત (તાપી, સુરત જિલ્લાના) પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને EME દ્વારા એવોર્ડ વિજેતાઓની ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
