ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતામાં વેડરોડ ગુરૂકુલના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો.
ભારત સરકાર દ્વારા આયોજિત (ઉર્જા સરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા – ૨૦૨૪માં સમગ્ર ભારતમાંથી ૮૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક રાજ્યમાંથી રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય – વેડ રોડના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. જેમાં ભારતકક્ષાએ મકવાણા ક્રિષ્નાને ટોપ ટેનમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરવાથી
