શ્રી નવસંસ્કાર પ્રાથમિક શાળા દિગેન્દ્રનગર(રાનવેરીખુર્દ) ખાતે કાછલ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા યોજાયેલ વાર્ષિક શિબિરમાં ત્રિદિવસીય “સ્વચ્છતા અભિયાન” યોજાયો.
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલના એન.એસ.એસ વિભાગ અંતર્ગત તા 11/12/2024 થી 13/12/2024 એમ ત્રિદિવસીય, “સ્વચ્છતા અભિયાન” યોજાયો. જેમાં એન.એસ.એસ.ના સ્વ્યંસેવકોએ સ્કૂલ કેમ્પસની સફાઈ, ગેટ બહાર વૃક્ષોનું નીંદણકામ, વૃક્ષો રંગકામ, બાગકામ તથા સ્કૂલની આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવી. કેમ્પમાં મોટી સંખ્યામાં આવેલ તમામ સ્વયંસેવકોએ આ સફાઈ અભિયાનમાં જોડાઈ નિરંતર શ્રમકાર્ય કર્યું. આ શ્રમકાર્ય માટે શ્રી નવસંસ્કાર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અમિતભાઈ પટેલ સાહેબે અને કોલેજના I/C આચાર્યશ્રી ડૉ.પદ્મા તડવી મેડમે તેઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ સાથે કેમ્પમાં મુલાકાતે આવેલ કોલેજના સ્ટાફમિત્રો ડૉ.ધ્વનિ દેસાઇ અને ડૉ.વિશાખા મોદી મેડમે સ્કૂલના તમામ બાળકોને અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોને ફ્રૂટી પીવડાવી પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.આશા ઠાકોર અને ડૉ.અંકિત પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું
