ભોરિયા ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સુરત, મહુવા;-સૂત્રો દ્વારા 3 ડિસેમ્બર ના રોજ સાંજે 8 કલાકે પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના ભોરિયા ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે.પ્રાથમિક જાણકારી મુજબ અકસ્માતમાં એક મોટર સાયકલ પુરપાટ ઝડપે આવી રહી હતી તે અરસા માં સામેથી આવતી મોટર સાયકલ ને અડફેટે લેતા ભોરિયા ગામના મોટર સાયકલ ચાલકને ઇજા પહોંચી હતી ઇજાઓ ગંભીર જણાતા તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત સર્જનાર એક મોટર સાયકલ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.