મેરા બુથ સબ સે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત શક્તિ કેન્દ્ર મહુવા 2 માં મિટિંગો યોજાઈ.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી નું મિશન 2024 નું બિગુલ વાગી ચૂક્યું છે.ત્યારે મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્ર મહુવા ૧,૨,૩,૪ જેમાં શક્તિ કેન્દ્ર બોરીયા ૧,૨ ઢુંઢેશા,મહુડી ની મિટિંગ તાલુકા પંચાયત સભ્ય કૌશિકાબેનના ઘરે યોજાઈ હતી.”મેરા બુથ સબ સે મજબૂત” ના કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જિનેશભાઈ ભાવસાર,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,મહામંત્રી હેમંતભાઈ,શક્તિકેન્દ્રના વિસ્તારક સચીનભાઈ તડવી,મૌલિકભાઈ દેસાઈ,બાદલભાઈ તેમજ આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
