બાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો.
૨૭મી નવેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાલ વિવાહ મુક્ત ભારત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો.
આ અવસરે પ્રયાસ જે.એ.સી.સોસાયટી સુરત દ્વારા જિલ્લા સ્તરના ભાગીદારો જેમ કે, જિલ્લા પ્રશાસન, પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સંરક્ષણ એકમ, બાળ કલ્યાણ સમિતિ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ દ્વારા સુરત શહેરની શાળાઓ,સરકારી તેમજ સ્વેછિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌને બાળ વિવાહ મુકત માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, લોકોએ તેમના ગામમાં બાલ વિવાહ રોકવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ પહેલના સકારાત્મક પરિણામો જોવા મળશે. તમામ સમાજોમાં પ્રણાલિત ફેરફારો સાથે કાયદા અમલીકરણ એજન્સીઓના મજબૂત પગલાના રૂપે ૨૦૩૦ સુધીમાં બાળ વિવાહને સમાપ્ત કરશે
