દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન વસરાઈ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે નિર્માણ થઈ રહેલ દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણ સ્થળે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા.દિશા ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જ્યંતી ની ઉજવણી,સમાજ ભવનના રોડનું ખાતમુહૂર્ત અને દિશા નોલેજ હબ ના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો તમામ સમાજના વિધાર્થીઓ માટે ફ્રી માં ખુલ્લા મુકવા જેવા કાર્યક્રમ યોજાયા હતા.કાર્યક્રમ માં મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે સમાજ ભવનના રોડનું ખાતમુહૂર્ત,દિશા નોલેજ હબના વર્ગોને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ શુભ આશય સાથે ના કાર્યક્રમમાં સુમુલ ડેરી ચેરમેન માનસિંહ પટેલ,સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા,સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન સહિતના મહેમાન ગણ તેમજ સમાજના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
