કાંકરિયા ગામે અંબિકા નદીમાં રેતી ખનન પર સ્થાનિક તંત્ર ની રેડ…
મહુવા તાલુકાના કાંકરિયા ગામે મહુવા મામલતદારે બાતમી આધારે રેડ કરી અંબિકા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતી નાવડી ઝડપી પાડી હતી.સ્થાનિક તંત્રની રેડ જોઈ ઘટના સ્થળે થી તમામ ફરાર થઈ ગયા હતા.મહુવા મામલતદારે નાવડી સહિતનો મુદ્દામાલ સિઝ કરી ભૂસ્તર વિભાગને જાણ કરતા ગેરકાયદેસર રેતી ખનન કરનારમા ફફડાટ ફેલાય ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાંકરિયા ગામની સીમમાં આવેલ અંબિકા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતુ હોવાની બાતમી સ્થાનિક મામલતદારને મળી હતી.જે બાતમી આધારે મહુવા મામલતદાર યુ.વી.પટેલ અને સ્ટાફ દ્વારા કાંકરિયા ગામે અંબિકા નદીમાં તા-27/11/2024ને બુધવારે રેડ કરી હતી.મહુવા મામલતદારની રેડ જોઈ ઘટના સ્થળે થી તમામ ફરાર થઈ ગયા હતા.મામલતદાર અને તલાટી દ્વારા ઘટના સ્થળે જઈ ગેરકાયદેસર રેતી ખનન કરતી નાવડી કબ્જે લીધી હતી અને આ નાવડીના માલિક અંગેની તપાસ કરતા નાવડી તુષારભાઈ રાણા નામના વ્યક્તિની હોવાનુ તંત્રએ પંચનામામા નોંધી ઘટના સ્થળે થી તમામ મુદ્દામાલ સિઝ કર્યો હતો.અને ઘટના અંગે મહુવા મામલતદાર દ્વારા સુરત ભૂસ્તર વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.મહુવા મામલતદારની કડક કાર્યવાહી જોઈ ગેરકાયદેસર રેતી ખનન કરનારામાં ફફડાટ ફેલાય ગયો હતો.