સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ.
સુરત,મહુવા;-સરકારી કોલેજ કાછલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં એન.એસ.એસ વિભાગ અંતર્ગત ૨૬ નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણી નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા. શપથ દ્વારા બંધારણના હકો અને ફરજો સમજવા અને તેનો લાભ જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. તથા પ્રોગ્રામ ઓફિસર ડો.આશા ઠાકોરે બંધારણ દિવસ કેમ ઉજવાય છે? અને તેનું મહત્વ શું છે? તેની ચર્ચા વિદ્યાર્થીઓ સમક્ષ કરી હતી. કાર્યક્રમની મંજૂરી કોલેજના I/C આચાર્યશ્રી ડૉ.પદ્મા આર. તડવી મેડમે આપી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.અંકિત પટેલ અને ડૉ.આશા ઠાકોરના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યો હતો
