એર એમ્બ્યુલન્સ અને સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી
૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા ૧૭ વર્ષથી ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કાર્ય કરી રહી છે આ સેવાએ આ ૧૭ વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી ૫૨ દર્દીઓને ઈમરજન્સીપા સમયે એર લિફ્ટ કરી હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યા છે. આજરોજ મૂળ સુરતના વતની સુનિલાબેન અરવિંદભાઈ શાહ ઉંમર ૭૬ વર્ષ છે કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોક થી તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદુનથી આજે આશરે બપોરે પોણા ત્રણ વાગે એરલીફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા સુરત એરપોર્ટ પરથી સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રેય હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા આમ ૧૦૮ ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સ ના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો આ એર લિફ્ટ નો સફળ સંકલન ૧૦૮ ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું
