જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઈ: હવે તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી નોંધણી કરવાની તક
ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે તા.૨૬ નવેમ્બર સુધી અરજી કરવા અનુરોધ
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા વિવિધ ખાલી બેઠકો માટે પ્રવેશ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારોને ફી વગર નોંધણી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી અનિવાર્ય છે. ધો.૯ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsix અને ધો. ૧૧ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsxi_11/ આ લિકંનો ઉપયોગ કરી શકાશે.
જો અરજી દરમિયાન કોઈ માહિતીમાં ભૂલ થઈ હોય, તો પત્રમાં લિંગ, કેટેગરી (જનરલ/OBC/SC/ST), વિસ્તાર (ગ્રામ્ય/શહેરી), અપંગતા અને પરીક્ષાની માધ્યમ જેવી વિગતોમાં સુધારાની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ માટેની સુધારાની વિન્ડો તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ બાદના બે દિવસ સુધી ખુલ્લી રહેશે. નવોદય વિદ્યાલય સમિતિએ તમામ ઉમેદવારોને સમયસર તેમની અરજી પૂર્ણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે
