મહુવાના વેલણપુર ગામે પગ લપસી જતા નદીમાં પડેલા 64 વર્ષીય વૃદ્ધનું ડૂબી જતા મૃત્યુ
સુરત,મહુવા:-મહુવા પોલીસ સ્ટેશન થી પ્રાપ્ત માહિતી મુજબ વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદી ના કિનારા ઉપર પગ લપસી જતા ઊંડા પાણીમાં પડી જતા 64 વર્ષીય આધેડ નું ઊંડા પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.
ગુણસવેલ ગામે પારસી ફળીયા માં રહેતા ૬૪ વર્ષીય ખેત મજુર ભીખુ છીબા રાઠોડ સાંજના સમયે વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદીમાં નાહવાની કોશિશ કરતા કિનારા ઉપર ચાલી રહ્યા હતા. આ સમયે અચાનક તેમનો પગ લપસી જતા તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈને ડૂબી ગયા હતા. નદીના પાણી ઉપર તેમની લાશ તરતી જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા મહુવા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી લાશનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.