મહુવા તાલુકાના દેદવાસણ ગામે રહેતા વૃદ્ધ સાયકલ પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે કરચેલીયા ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બારડોલી અને ત્યારબાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન વૃદ્ધનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત,મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના દેદવાસણ ગામે ઝાડી ફળિયામાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ યોગેશભાઈ કેશવભાઈ પટેલ તા-18/10/2024ના રોજ સાંજે 6:30 વાગ્યાના અરસામા પોતાની સાયકલ લઈ કરચેલીયા થી દેદવાસણ આવી રહ્યા હતા.તે દરમિયાન ખરવાણ ગામ પાસે રસ્તામાં વરસાદી વાવાઝોડુ આવતા પોતાની સાયકલનુ બેલેન્સ ખોરવાતા વૃદ્ધ સાયકલ પરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર માટે કરચેલીયા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે બારડોલી અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા-20/10/2024ના રોજ વૃદ્ધ યોગેશભાઈ પટેલનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
