મહુવા તાલુકાના જુનુ બુધલેશ્વર ગામે રહેતી 18 વર્ષીય યુવતી પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી જઈ ઘરે પરત ન આવતા ગુમ યુવતીની માતાએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત, મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના જુનુ બુધલેશ્વર ખાતે રહેતી 18 વર્ષીય યુવતી તા-3/11/2024ને રવિવારના રોજ 5 વાગ્યા પેહલા હરકોઈ વખતે કોઈને કંઈ પણ કહ્યા વિના પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયા હતા.ત્યારબાદ પરત ન આવતા ગુમ યુવતીના પરીવારજનોએ સગા સબંધીને ત્યાં તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય ભાળ ન મળતા અંતે મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધી ગુમ યુવતીની શોધખોળ હાથ ધરી હતી.ગુમ યુવતી મધ્યમ બાંધાની રંગે ઘંઉં વર્ણની તેમજ ઉંચાઇ આશરે ચાર ફુટ તથા શરીરે વ્હાઇટ કલરની હાફ બાંયની ટી-શર્ટ તથા કાળા કલરનો પ્લાઝો પહેરેલ છે, પગમાં કાળા કલરની ચપ્પલ પહેરેલ છે.તેમજ તેમણે જમણા હાથ ઉપર અંગ્રેજીમાં “મોનીકા” તથા ડાબા હાથના કાંડા પાસે “સ્ટાર” નું છુંદણુ દોરાવેલ છે.અને તે ગુજરાતી,હીન્દી,અંગ્રેજી ભાષા જાણતા હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ.
