પુના ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત ચારને ઇજા એક ને હોસ્પિટલ ખસેડાયા.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી છે.કરચેલીયા તરફથી એક મોટર સાયકલ વલવાડા તરફ જઈ રહી હતી જ્યારે એક મોટર સાયકલ વલવાડા તરફથી કરચેલીયા તરફ જઈ રહી હતી તે અરસામાં 1 નવેમ્બર ના રોજ સાંજે પાંચ થી છ કલાક વાગ્યાના આસપાસ પુના ગામની સીમમાં બન્ને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચારને ઇજાઓ પહોંચી હતી જેમાં ત્રણ ને સામાન્ય ઇજાઓ જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.