રાજ્યમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૭,૦૦૬ બાળકોને પ્રવેશ અપાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૭,૦૦૬ બાળકોને પ્રવેશ અપાયો

બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૮ મે, ૨૦૨૫ સુધીમાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે

બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અન્ય માધ્યમની કુલ ૭,૩૭૮ જેટલી જગ્યાઓ ખાલી

RTE એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૨૧ મે, ૨૦૨૫ના રોજ યોજાયેલા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ ૭,૦૦૬ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૮ મે, ૨૦૨૫, બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.

RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની ૭૨૮, અંગ્રેજી માધ્યમની ૪,૫૬૪, હિન્દી માધ્યમની ૧,૯૨૦ અને અન્ય માધ્યમની ૧૬૬ એમ કુલ ૭,૩૭૮ જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે.

રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં રાજયની કુલ ૯,૮૧૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪,૭૯૮ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૮૬,૨૬૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૮૦,૪૫૩ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ ૧૪,૩૪૫ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮૯,૪૪૫ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૧૫ મે, ૨૦૨૫ થી તા. ૧૭ મે, ૨૦૨૫ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ ૪૫,૬૯૫ અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના ૪૩,૭૫૦ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોના નિયંત્રણ માટે ચાર જિલ્લાઓના

માંગરોળ તાલુકાના ઝંખવાવ અને પલસાણા તાલુકાના અમલસાડી ગામે ‘ગ્રો મોર ફૃટ ક્રોપ અભિયાન’ હેઠળ ખેડૂત તાલીમ યોજાઈ

માંગરોળ તાલુકાના ઝંખવાવ અને પલસાણા તાલુકાના અમલસાડી ગામે ‘ગ્રો મોર ફૃટ ક્રોપ અભિયાન’ હેઠળ ખેડૂત તાલીમ યોજાઈ નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત દ્વારા ‘આપણો તાલુકો, બાગાયત

એક વર્ષની શ્રેણી આજે હસતી રમતી કિલકિલાટ કરે છે, જે આભારી છે સરકારની આર.બી.એસ.કે. યોજનાને

એક વર્ષની શ્રેણી આજે હસતી રમતી કિલકિલાટ કરે છે, જે આભારી છે સરકારની આર.બી.એસ.કે. યોજનાને કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા મુકેશ કાકડેની દીકરી શ્રેણીને મળ્યું

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’: વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ.૧૫.૦૦ લાખની લોન

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’: વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ.૧૫.૦૦ લાખની લોન ધો. ૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે

error: Content is protected !!