૨૧ ઘટકોમાં બાગાયત યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે
તા.૩૧ મે સુધી નવીન આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તક
બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમ કે કૃષિ યાંત્રીકરણ અને તેને પ્રોત્સાહન, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સુગંધિત પાકો, ઔષધિય પાકો, ડુંગળી અને લસણ, હાઈબ્રિડ શાકભાજી, સ્ટ્રોબેરી, કંદ ફુલો, દાંડી ફુલો, છુટા ફુલો, પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા મહત્વના ફુલપાકો, પ્લાનટેશન પાકો, મસાલા પાકો, અનાનસ(ટીસ્યુ) મધમાખી યોજના માટે સહાય જેવા ૨૧ ઘટકો માટે યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧મી મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકાશે.
વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. ક્લેઈમ સબમિટ કરતી વખતે જરૂરી કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, બાગાયત ભવન, ઓલપાડી મોહલ્લો, અઠવાલાઈન્સ ખાતે જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે બાગાયત કચેરીના ફોન નં. ૦૨૬૧ ૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક સાધવો તેમજ આઈ-ખેડૂત પોર્ટલની મુલાકાત લેવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
