ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ
માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દી ધડતર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ પ્રસિધ્ધ થઈ ચુકયો છે. આ અંકમાં મેડિકલ, એન્જીનીયરિંગ, નર્સિંગ, પેરા મેડિકલ, કૃષિ ક્ષેત્ર, વિદેશ અભ્યાસ સહિતનો માહિતી સભર વિશેષાંક પહેલો માળ, પ્રાદેશિક માહિતી કચેરી, જુની કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતેથી રૂા.૨૦ની કિંમતે મેળવી શકાશે.
