મહુવા તાલુકાની કરચેલીયા ITIમાં તા.૩૦મી સપ્ટે. સુધી વિવિધ ટ્રેડમાં ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ છે
પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોને એડમિશન મેળવવાની વધુ એક તક
સુરતઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર સંચાલિત મહુવા તાલુકાની કરચેલીયા આઈ.ટી.આઈ. ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. જેથી પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે વેલ્ડર, મિકેનિક ડીઝલ એન્જિન, સુઈંગ ટેકનોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, ટુ વ્હીલર ઓટો રીપેરર વગેરે જેવા ટ્રેડમાં ભરવાપાત્ર બેઠકો પર એડમિશન મેળવવા આઈ.ટી.આઈ.-કરચેલીયાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.