બારડોલી ITIમાં ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૦મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મેળવી શકાશે
જરૂરી પ્રમાણપત્રો સાથે એડમિશનનો લાભ લેવા અનુરોધ
સુરતઃગુરૂવારઃ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત બારડોલી આઇ.ટી.આઇ. તેન ગામ ખાતે સપ્ટેમ્બર-૨૦૨૪ના ચોથા રાઉન્ડ માટે તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી એડમિશન મેળવી શકાશે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંસ્થા ખાતે ફિટર, ઈલેક્ટ્રોનિક્સ મિકેનીકલ, વેલ્ડર, રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનીંગ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ, મિકેનીક ડીઝલ એન્જિન, કોમ્ય્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી એન્ડ ડીઝાઇનીંગ, આર્મેચર,મોટર રીવાઇન્ડીગ, ટર્નર વગેરે જેવા ટ્રેડમાં ખાલી બેઠકો પર એડમિશન માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર અરજી કરી પ્રવેશ મેળવી શકશે એમ આચાર્ય, ITI, બારડોલીની યાદીમાં જણાવાયું છે.