ધાર્મિક સામાજિક, વ્યાવસાયિક સમૂહો, સંસ્થાઓ તેમજ રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા
તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, NCC, NSS, નહેરૂ યુવા કેન્દ્ર, ONGC, ક્રિભકો, અદાણી, રિલાયન્સ, AMNS જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો, વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓસાથે ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા. અન્ય રાજ્યોના સંગઠનો, ખાસ કરીને ઓડિયા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, તેલંગાણા, પંજાબ સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગૃપો પણ જોડાયા હતા. વિશેષત: -૦૦-
CRPF, RAF, પોલીસ વિભાગ પ્લાટુન, ગુજરાત પોલીસ બેન્ડ, NCC બેન્ડએ અનોખું આકર્ષણ જમાવ્યું
CRPF, RAF-રેપિડ એક્શન ફોર્સ, દાઉદી વ્હોરા સમાજ બેન્ડ, પોલીસ વિભાગ પ્લાટુન, ગુજરાત પોલીસ બેન્ડ, NCC બેન્ડએ દેશભક્તિની મધુર સુરાવલિઓ છેડી હતી. આ વિવિધ બેન્ડના દેશપ્રેમ નીતરતા ગીતોથી લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
તિરંગાયાત્રામાં સુરતવાસીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવ્યા
વાય જંકશનથી શરૂ થયેલી તિરંગાયાત્રામાં સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ, પ્રજાપિતા બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજ્યો જેવા કે, તામિલનાડુ, ઓડિશા, પ.બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસતા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઉક્તિને સાર્થક કરી હતી.
તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ ગરબા રાસ, સાઈનાથ ગ્રુપના લેઝિમ ડાન્સ, વિવિધ રાજ્યોની નૃત્ય ઝાંખી, આદિવાસી ડાંગી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્યોએ રંગત જમાવી હતી.
તિરંગા યાત્રામાં ‘ગુજરાત સરકારના વિવિધ વિભાગ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ
તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં પોલીસ, રમતગમત, આઈ.સી.ડી.એસ., આદિજાતિ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, ડી.જી.વી.સી.એલ., આરોગ્ય, પી.એમ.જનમન, પંચાયત વિભાગ, ધન્વતરી રથ, પોલીસ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.