મહુવા પોલીસ ચેક પોસ્ટ ખાતે મોટર સાયકલ પર સુરક્ષા ગાર્ડ લગાવી જન જાગૃતિ અભિયાન..
પોલીસ પ્રજાનો મિત્ર
આ કથન ને ખરા અર્થમાં સાર્થક કરવાના શુભ આશય સાથે મહુવા પોલીસ તંત્રના જવાનો અને મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો એ ભેગા મળી મોટરસાયકલ કે મોપેડ સવારોના સ્ટેરીંગ ઉપર પતંગની દોરીઓ થી સુરક્ષા આપતા ગાર્ડ લગાવી વાહન ચાલકોમાં જનજાગૃતિ નુ અભિયાન ચલાવ્યું
મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન ના નવા પ્રમુખ તરીકે ભાવિનભાઈ નાયક દ્વારા કાર્યભાર સંભાળતા ની સાથે કંઈક નવું કરવાની અને યુવા નેતૃત્વ ને સંગઠન સાથે જોડી સમાજ માં માત્ર રાજકારણ જ નહીં પરંતુ સેવાની પણ એક ચેતના જગાવવાનું કાર્ય આજરોજ મહુવા પોલીસ ચેકપોસ્ટ પાસે કરવામાં આવ્યું.
આ પ્રસંગે જયમીનભાઇ ઢોડીયા,જીનેશભાઈ ભાવસાર જગદીશભાઈ આહીર સુનિલભાઈ ઢીંમર હેમંતભાઈ ચૌધરી જેવા મહુવા તાલુકા સંગઠનના તેમજ ચૂંટાયેલી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા