વાહનો પરત મેળવવાની આખરી તક: બીનવારસી વાહનોને સરકારી મિલકત ગણી જાહેર હરાજી કરવામાં આવશે
માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ધારાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલા બાઈક, થ્રી- ફોર વ્હીલર વાહનોના માલિકોને અવાર-નવાર વાહન છોડાવી જવા ટપાલ તથા મૌખિક નોટીસોથી જાણ કરવા છતાં આ વાહન માલિકો આજદિન સુધી વાહન છોડાવવા આવ્યા નથી. માંગરોળ પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલા કુલ બાઈક, કાર, ટેમ્પો, વાન જેવા ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનો પર હક્ક કે દાવો કરવા ઈચ્છતા વાહન માલિકો, બેન્કો, વીમા કે ફાયનાન્સ કંપનીઓ માટે સંપૂર્ણ પુરાવા સાથે અરજી કરી વાહનો મેળવી લેવાની આખરી તક છે. માંગરોળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત હકદાવા ન થયેલા બીનવારસી વાહનોને સરકારી મિલકત ગણી જાહેર હરાજી કરવામાં આવશે. વાહનોનું લિસ્ટ https://spsurat.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે જેની સંબંધિતોને નોંધ લેવા માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ની યાદીમાં જણાવાયું છે.
