શ્રી ઘાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
તાપી જિલ્લાના ઘાણી ગામે આવેલ શ્રી ઘાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ ની વાર્ષિક સાધારણ સભા 26,06,2024 ના રોજ પેટા કાયદાના બંધારણના ભાગ રૂપે યોજવામાં આવી હતી.સભામાં અહેવાલના અનુસંધાનમાં વાર્ષિક હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આગામી પાંચ વર્ષ માટે સભાસદો દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટીની સભ્યો ને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારે શ્રી ઘાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
