વેલણપુર પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી

Facebook
Twitter
WhatsApp
Telegram

વેલણપુર પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા વેલણપુર તા.મહુવા જી.સુરતમાં તા.૦૧/૦૭/૨૦૨૪ ને સોમવારના રોજ સદર શાળાને ૧૩૩માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલાબેન પટેલ,વેલણપુર ગામના સરપંચ શ્રીમતી નયનાબેન પટેલ ,SMC અધ્યક્ષ સોનલબેન પટેલ , સમગ્ર શાળા પરિવાર ,વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યશ્રી કેયુરભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરી શાળાના ઈતિહાસની ઝાંખી કરાવી હતી. આ તબક્કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા સંસ્મરણ રજૂ કર્યા હતા. તેમજ શાળાની પ્રગતિમાં ગતિ આપનાર દાતાઓને શાળાના આચાર્ય કેયુરભાઈ પટેલ તેમજ ગ્રામજનોએ આભાર માન્યો હતો. શાળા સ્થાપના દિનની ઉજવણી નિમિતે કેક કાપવામાં આવી હતી.
મુખ્ય મહેમાન પદેથી સંબોધતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલાબેન પટેલે શિક્ષણ પર ભાર મૂકી જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી રજૂ કરી શાળા અને ગામના વિકાસ માટે સહકાર આપવાની વાત કરી હતી. આ પ્રસંગે નયનાબેન મહેશભાઈ પટેલ સરપંચશ્રી વેલણપુર તરફથી તીથીભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને