શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪
ગુજરાત વહીવટ વિભાગના ઉપસચિવ શિવાંગી ચૌધરીએ ઓલપાડ ખાતે ૨ પ્રાથમિક શાળાઓમાં ૪૨ ભુલકાઓને પ્રવેશ કરાવ્યો.
તેનાનીરાંગ પ્રા.શાળામાં ૨, બરબોધન પ્રા.શાળામાં ૪૦ ભૂલકાઓ અને એસએમટી કે.બી.ટી. પટેલ સર્વોદય વિદ્યાલય ખાતે ધો.૯માં ૧૩૩ અને ધો.૧૧માં ૭૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો.
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગુજરાત વહીવટ વિભાગના ઉપસચિવ શ્રીમતિ શિવાંગી ચૌધરીની ઉપસ્થિતિમાં ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ’’ પર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળણવી મહોત્સવના બીજા દિવસે ઓલપાડ તાલુકાની તેનાનીરાંગ પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં ૨, બરબોધન પ્રા.શાળામાં આંગણવાડીમાં ૮, ૨૬ બાલવાટિકા અને ધો.૧માં ૪ મળી ૪૦ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો. સાથે એસએમટી કે.બી.ટી. પટેલ સર્વોદય વિદ્યાલય ખાતે ધો.૯માં ૧૩૩ અને ધો.૧૧માં ૭૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઊપસચિવશ્રી શિવાંગી ચૌધરીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિથી બાળકોનો સર્વાગી વિકાસ થશે. કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેનારા બાળકોની સંખ્યામાં પણ વધારો થશે તેમ જણાવી પ્રવેશ મેળવવારા તમામ ભુલકાઓ, વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ઓલપાડના મામલતદાર લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરકાર દ્વારા બાળકોને સરળતાથી સમજાય તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. વાલીઓને સંબોધીને તેઓએ કહ્યું કે, આપણા બાળકોને શાળામાં મોલકીએ ત્યારે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સમયાંતરે બાળકોને શાળામાંથી આપવામાં આવતી પ્રવૃતિઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમજ બાળકોને સમય ફાળવી તેમના અભ્યાસ તેમજ શાળા વિશે જાણકારી રાખવી જોઈએ.સાથે જ આજના સમયમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા આહ્વાન કર્યું હતું.
આ અવસરે ઉપસચિવ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સેક્સન ઓફિસર શ્રુતિબેન પટેલ, નાયબ મામલતદાર ઈશ્વરભાઈ પરમાર, સરપંચ દીક્ષાગભાઈ, તલાટી હિનાબેન, પરેશ પટેલ સિ.આર.સિ.કોર્ડીનેટર, આચાર્ય સંગીતબેન અને મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વહીવટ વિભાગના ઉપસચિવ શિવાંગી ચૌધરીએ ઓલપાડ ખાતે ૨ પ્રાથમિક શાળાઓમાં ૪૨ ભુલકાઓને પ્રવેશ કરાવ્યો.
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ
The Satyamev News
January 8, 2025
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે
The Satyamev News
January 8, 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન
The Satyamev News
January 7, 2025