વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે બારડોલી ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ખુબજ અલગ અંદાજમાં કરવામાં આવી હતી.
બારડોલી ફોટોગ્રાફર (VPAB)ગ્રૂપ તેમજ બારડોલી પોલીસ ના સયુંકત ઉપક્રમે બારડોલી પોલીસના કર્મચારીઓ દ્વારા આયોજિત ટ્રાફિક નિયમો તેમજ વાહન ચાલકો ને વાહન ચલાવતી વખતે કાળજી લેવા જરૂરી કાળજી લેવા સમજણ આપવામાં આવી હતી.ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ,હેલ્મેટ જરૂરી,સીટ બેલ્ટ તેમજ વાહનો ની ગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.રાહદારી ઓને બેનરો બતાવીને પણ સૂચનો પણ કરવામાં આવ્યા હતા આ ખાસ કાર્યક્રમ ને રાહદારીઓએ પણ આવકાર્યો હતો તો બીજી તરફ બારડોલી ફોટોગ્રાફરની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી.
