સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયા.
તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના તમામ સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે મહેંદી કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ કે તેથી ઉપરની દરેક મહિલા મતદાતાઓને જાગૃત કરવાનો હતો. જેથી આવનારી લોકશાહી ચૂંટણીમાં મહત્તમ મહિલાઓ સહભાગિતા નોંધાવી લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે. આ મહેદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.