તા.૭મી મેના રોજ સુરત શહેર-જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થશે- જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪

તા.૭મી મેના રોજ સુરત શહેર-જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થશે- જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી
 
૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠક પર સુરત જિલ્લાના નવ વિધાનસભા ક્ષેત્રના ૨૯.૮૦ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
 
મતદારોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચુંટણી અધિકારી
 
સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.
સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં સુરત, બારડોલી અને નવસારી લોકસભાની બેઠકો આવે છે. જેમાં ૨૫-નવસારી સંસદીય બેઠક હેઠળ આવતી લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી તથા ૨૩-બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બેઠકો પર તા.૭મી મેના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ યોજાનારી લોકસભા ચુંટણી દરમિયાન મતદારોને વધુમાં વધુ મતદાન કરી, લોકશાહીના મહાપર્વમાં જોડાવા જિલ્લા ચુંટણી અધિકારીએ અપીલ કરી છે.
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૪-સુરત સંસદીય મતવિસ્તારની બેઠક બિનહરિફ થઈ છે. જેથી લોકોમાં ભ્રામકતા ફેલાય છે કે, મતદાન થવાનું નથી. પરંતુ સુરતની સંસદીય મતવિસ્તારની ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટની વિધાનસભા બેઠકો પર મતદાન થશે નહી. અન્ય વિભાગોમાં મતદાન થશે.
સુરત જિલ્લાના ૧૪.૩૯ લાખ મતદારો ૨૫-નવસારી સંસદીય બેઠક પર મતદાન કરશે
સુરત જિલ્લાની ૨૫-નવસારી સંસદીય બેઠક હેઠળની આવતી ચાર વિધાનસભા બેઠકોમાં ૧૬૩-લિંબાયતમાં ૧૭૦૫૮૧ પુરૂષ તથા ૧૩૬૭૨૨ સ્ત્રી તથા ૧૯ થર્ડ જેન્ડર મળી કુલ કુલ ૩,૦૭,૩૨૨ મતદારો નોંધાયેલા છે. જયારે ૧૬૪-ઉધનામાં ૧,૫૨,૯૨૩ પુરૂષો તથા ૧,૧૩,૪૧૮ સ્ત્રી અને ૨૦ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૬૬,૩૬૧ મતદારો છે. ૧૬૫-મજુરા બેઠક પર ૧૫૨૫૬૩ પુરષો તથા ૧૨૮૫૧૦ સ્ત્રી તથા ૧૧ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૮૧,૦૮૪ મતદારો છે. ચોર્યાસી બેઠક પર ૩,૨૮,૭૮૮ પુરષો તથા ૨,૫૬,૦૫૦ સ્ત્રીઓ તેમજ ૩૨ થર્ડ જેન્ડર મળી કુલ ૫૮૪૮૭૦ મતદારો નોંધાયેલા છે. આમ કુલ ૧૪,૩૯૬૩૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
સુરત જિલ્લાના ૧૫.૪૦ લાખ મતદારો ૨૩-બારડોલી સંસદીય બેઠક પર મતદાન કરશે.
૨૩-બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં માંગરોળ ૧૧૫૮૧૧ પુરૂષો તથા ૧૧૨૬૯૨ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૨૮,૫૦૬ મતદારો નોંધાયેલા છે. માંડવીમાં ૧,૨૦,૧૫૨ પુરૂષો તથા ૧,૨૫,૮૯૦ સ્ત્રી મળી કુલ ૨,૪૬,૦૪૨ મતદારો છે. કામરેજ બેઠક પર ૩,૦૦૩૨૯ પુરષો તથા ૨૫૩૩૭૯ સ્ત્રી તથા ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૫,૫૩,૭૧૧ મતદારો છે. બારડોલી બેઠકમાં ૧,૪૬,૩૨૭ પુરૂષો તથા ૧,૩૫,૯૯૪ સ્ત્રીઓ તેમજ ૮ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૮૨,૩૨૯ મતદારો નોંધાયેલા છે. મહુવામાં ૧,૧૧,૮૯૪ પુરૂષો તથા ૧,૧૮,૨૨૭ સ્ત્રીઓ મળી કુલ ૨,૩૦,૧૨૧ મતદારો નોંધાયેલા છે. આમ પાંચ વિધાનસભા બેઠકો પર ૭,૯૪,૫૧૩ પુરૂષો તથા ૭૪૬૧૮૨ સ્ત્રીઓ તેમજ ૧૪ જેન્ડર મળી કુલ ૧૫,૪૦,૭૦૯ મતદારો નોધાયેલા છે.
સુરત જિલ્લાની બારડોલી સંસદીય બેઠક હેઠળના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૮૬૬૦ દિવ્યાંગ મતદારો, ૮૫+ ઉપરના ૯૨૮૭ વયોવૃધ્ધ મતદારો, ૧૮-૧૯ વર્ષના ૩૬૬૯૪ યુવા મતદારો તેમજ ૨૯ વર્ષ સુધીના ૩૧૮૭૦૩ મતદારો નોંધાયેલા છે.

મતદાન વ્યવસ્થા – સ્ટાફની ફાળવણી
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચુંટણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવ વિધાનસભાઓ માટે ૨૮૮૨ મતદાન મથકોએ ઈવીએમ અને વીવીપેટ મશીનો તથા બીયુનો ૭૧૬ તથા વીવીપેટનો ૧૦૦૩નો રીઝર્વ મશીનોની ફાળવણી જે તે એ.આર.ઓ.ને કરી દેવામાં આવી છે. જયારે પ્રીસાઈડીંગ ઓફિસરો, આસી.પ્રિ.ઓફિસરો, પોલીંગ ઓફિસરો, પટાવાળા સહિત કુલ ૧૧૦ ટકા લેખે ૧૫,૨૫૧ ચુંટણી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આચારસંહિતાની અમલવારી માટે પણ નિયત કરેલી એમ.સી.સી., એસ.એસ.ટી. સહિતની ટીમો કાર્યરત છે. જયારે ૧૧૪૫ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વોટર સ્લીપનું ઘરેઘરે વિતરણ
જિલ્લા ચુંટણી અધિકારીઓએ કહ્યું કે, મતદારોને ઘરે ઘરે વોટર સ્લીપ તથા વોટર ગાઈડનું બી.એલ.ઓ. દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી નવ વિધાનસભા ક્ષેત્રમાં ૧૮.૪૫ લાખ વોટર સ્લીપ તથા વોટર ગાઇડનું ઘરેઘરે વિતરણ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય આશય મતદારોને મતદાન મથક કે બુથ સરળતાથી મળી શકે તે રહેલો છે. હાલમાં પણ વોટર સ્લીપ વિતરણ કામગીરી થઇ રહી છે.
પોસ્ટલ બેલેટ અને હોમ વોટિંગ
જિલ્લા ચુંટણી અધિકારીએ પોસ્ટલ બેલેટની વિગતો આપતા કહ્યું કે, ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ૧૩,૧૧૭ જેટલા અધિકારી/કર્મચારીઓએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે. જયારે દિવ્યાંગ મતદારો, ૮૫+ના વયોવૃધ્ધો, આવશ્યક સેવાઓ હેઠળના કુલ ૪૫૯ મતદારો મતદાન કરી ચુકયા છે.
મતદારો માટેની સુવિધા
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં સુરત જિલ્લામાં જયાં મતદાન થવાનું છે એવા નવ (૯) વિધાનસભા મત વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મતદારોને મુશ્કેલી ન અનુભવાય તે માટેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે. મતદાન મથકો પર પાણી, પંખા, વ્હીલચેર, મંડપ, શેડ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાની વિગતો ચુંટણી અધિકારીએ આપી હતી. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર શ્રી વિજય રબારી, અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડ તથા આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
 તા.૧૯/૪/૨૦૨૪ના રોજ મતદારયાદી મુજબ મતદારોની વિગતો
સુરત શહેર હેઠળ આવતી નવસારી સંસદીય મતવિસ્તારની બેઠકમાં આવતી ચાર વિધાનસભા બેઠકોમાં ૬૨૬૮ દિવ્યાંગ મતદારો, ૮૫ વર્ષથી ઉપરના ૫૬૧૦ વયોવૃધ્ધ મતદારો તથા ૧૮-૧૯ વર્ષની વચ્ચેના ૨૭૬૧૨ યુવા મતદારો તેમજ ૨,૬૬,૩૭૩ જેટલા ૨૯ વર્ષ સુધીના મતદારો તા.૭મીએ મતદાન કરશે.
મતદાન મથકોની વિગતોઃ
બારડોલી સંસદીય મત વિસ્તારની પાંચ વિધાનસભા બેઠકોમાં ૧૫૮૫ તથા નવસારી હેઠળની ચાર બેઠકો પર ૧૨૯૭ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તથા એક-એક મોડેલ મતદાનમથકો ઉભા કરવામાં આવશે. મજુરા વિધાનસભામાં એક યુવા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

આ પોલીંગ બુથોનું વેબકાસ્ટીંગ કરવામાં આવશે
સુરત જિલ્લાના ૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૫૬- માંગરોળમાં ૧૨૭, ૧૫૭-માંડવીમાં ૧૪૬, ૧૫૮-કામરેજમાં ૨૫૯, ૧૬૯- બારડોલીમાં ૧૩૮, ૧૭૦- મહુવામાં ૧૩૦ અને ૨૫- નવસારી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૧૬૩- લિંબાયતમાં ૧૩૪, ૧૬૪- ઉધનામાં ૧૨૫, ૧૬૫- મજુરામાં ૧૨૬, ૧૬૮-ચોર્યાસીમાં ૨૬૮ મતદાન મથકો મળી કુલ ૧૪૫૩ પોલિંગ સ્ટેશનોનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જે સીધા જ ચુંટણીપંચના અધિકારીઓ મતદાન પ્રક્રિયા ઓનલાઇન નિહાળી શકશે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન