લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪-સુરત
૮૫ વર્ષથી વધુ ઉંમરના બારડોલીની પાંચ વિધાનસભાના ૨૪૮ અને નવસારીના ચાર વિધાનસભા વિસ્તારોના ૧૬૯ મળી કુલ ૪૧૭ વૃદ્ધજનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
બારડોલી અને નવસારી બેઠકના અનુક્રમે ૨૪૮ અને ૧૬૯ વડીલ મતદારો તેમજ ૨૩ અને ૧૧ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, જેમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકસ્તરે કામગીરી થઈ રહી છે. ચૂંટણીલક્ષી અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર ૮૫ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધજનો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઉભી કરાઈ છે. ત્યારે ૮૫ વર્ષથી વધુ ઉંમરના બારડોલીની પાંચ વિધાનસભાના ૨૪૮ અને નવસારીના ચાર વિધાનસભા વિસ્તારોના ૧૬૯ મળી કુલ ૪૧૭ વૃદ્ધજનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં કુલ મળીને ૪૯૨ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના, દિવ્યાંગ અને આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મીઓ નોંધાયા છે. જે પૈકી ૪૫૧ મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૪૧૭ વૃદ્ધજનોનો સમાવેશ થાય છે.
બારડોલી સંસદીય મતવિસ્તારમાં ૮૫થી વધુના ૨૬૨, દિવ્યાંગ ૨૫ અને આવશ્યક સેવાઓના ૮ મળી કુલ ૨૯૫ મતદારો નોંધાયા છે, જે પૈકી ૮૫થી વધુના ૨૪૮, દિવ્યાંગ ૨૩ મળી કુલ ૨૭૧ મતદાતાઓએ મતદાન કર્યું છે, જયારે નવસારી સંસદીય મત વિસ્તારમાં ૮૫થી વધુના ૧૮૪, દિવ્યાંગ ૧૩ મળી કુલ ૧૯૭ મતદારો નોંધાયા છે, જે પૈકી ૮૫થી વધુના ૧૬૯ અને દિવ્યાંગ ૧૧ મળી કુલ ૧૮૦ મતદાતાઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
નોંધનીય છે કે, ઉપરોક્ત મતદારોએ ફોર્મ ૧૨ ભરીને ચૂંટણી પંચની બેલેટથી મતદાન સુવિધાનો લાભ મેળવ્યો હતો, જેમાં જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા આવા મતદારોના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું. વૃદ્ધ મતદાતાઓએ પણ ઘરેબેઠા પોસ્ટલ બેલેટથી ઉત્સાહભેર મતદાન કરીને ચૂંટણી પંચની ઉમદા સુવિધા મેળવવા સાથે સૌને મહત્તમ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.
બારડોલી અને નવસારી બેઠકના અનુક્રમે ૨૪૮ અને ૧૬૯ વડીલ મતદારો તેમજ ૨૩ અને ૧૧ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025