સુરત જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરી યોજાઇ
વિદ્યાર્થીઓએ મતદાન અંગેના પોસ્ટરો વડે નાગરિકોને અચૂક અને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ૭ મી મે એ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો ભાગ લઈ લોકશાહીના પર્વને ઉત્સાહભેર વધાવે એ હેતુથી સુરત શહેર-જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરી યોજાઇ હતી. જેમાં શહેરની વનિતા વિશ્રામ, બારડોલીની કન્યા વિદ્યાલય અસ્તાન તેમજ વાંકલની એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ સહિતની શાળાઓના વિદ્યાર્થિઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિવિધ પોસ્ટરો અને સૂત્રોચ્ચાર વડે અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો.
