ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૦૦થી વધુ લોકોએ બાઇક રેલીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો-
બાઈક રેલીમાં શિક્ષકો, BLO અને ઝોનલ ઓફિસરોએ પોસ્ટર અને સૂત્રોચ્ચાર થકી મહત્તમ મતદાનનો કર્યો અનુરોધ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૦૦થી વધુ લોકોએ ભવ્ય બાઇક રેલીના માધ્યમથી સુરત જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અંદાજિત ૧૦૦૦થી વધુ બાઇક સવારો સાથે શિક્ષક કર્મચારીઓ, BLO અને ઝોનલ ઓફિસરોએ મતદાન જાગૃતિના વિવિધ પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા નાગરિકોને અચૂક મતદાનનો અનુરોધ કર્યો હતો.
બાઈક રેલી ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં મધુરમ આર્કેટ-2, પ્રાયોસા સર્કલ થઈ ડિંડોલી ચાર રસ્તા સુધીની વિશાળ બાઈક રેલી યોજી અચૂક મતદાન કરવા સંદેશો આપ્યો હતો.
