૨૩-બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના મતવિસ્તારોમાં તા.૦૭મી મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે
૨૪-સુરત સંસદીય મતવિસ્તારમાં બિનહરીફ બેઠકના લીધે ચૂંટણી યોજાશે નહીં, પરંતુ આદર્શ આચારસંહિતા અમલી રહેશે
મતદાન માટેની જાણકારી કે મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નં ૧૯૫૦ અને ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૮૨ ઉપરસંપર્ક કરવા અનુરોધ
તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ સમગ્ર રાજ્ય સહિત ૨૩-બારડોલી અને ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત શહેર-જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ૨૪-સુરત સંસદીય મતવિસ્તારની બેઠક બિનહરીફ જાહેર થવાથી હવે આગામી તા. ૦૭ મે ના રોજ મતદાન થશે નહીં. પરંતુ સુરત શહેરમાં કુલ ૧૨ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં માત્ર ૭ વિધાનસભા મતવિસ્તારો (૧) ૧૫૫-ઓલપાડ (૨) ૧૫૯-સુરત પૂર્વ (૩) ૧૬૦-સુરત ઉત્તર (૪) ૧૬૧-વરાછા રોડ (૫) ૧૬૨-કરંજ (૬) ૧૬૬-કતારગામ (૭) ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારોમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ચૂંટણી યોજાનાર નથી. તે સિવાયના શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારો (૧) ૧૬૩-લિંબાયત (૨) ૧૬૪-ઉધના (૩) ૧૬૫-મજુરા (૪) ૧૬૮-ચોર્યાસીનો સમાવેશ ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થતો હોવાથી ત્યાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ તમામ મતદાન મથકોમાં સવારે ૦૭.૦૦થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. તેવી જ રીતે ર૩-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (૧) ૧૫૬-માંગરોળ (૨) ૧૫૭-માંડવી (૩) ૧૫૮-કામરેજ (૪) ૧૬૯-બારડોલી અને (૫) ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારે ૦૭.૦૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી દરેક મતદાન મથકોમાં મતદાન યોજાશે. આજ પ્રમાણે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (૧) ૧૫૬-માંગરોળ (૨) ૧૫૭-માંડવી (૩) ૧૫૮-કામરેજ (૪) ૧૬૯- બારડોલી અને (૫) ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારે ૦૭.૦૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી દરેક મતદાન મથકોમાં મતદાન યોજાનાર છે. આમ સુરત શહેરમાં સમાવિષ્ટ ૭ વિધાનસભામાં મતવિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં ચૂંટણી યોજાનાર છે. જેથી આ ૦૭ વિધાનસભા મતવિસ્તારો સિવાયના મતદારોએ તા.૦૭મી એ પોતાના મતદાન મથકોએ જઈ મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, ૨૪-સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાના કારણે ચૂંટણી યોજાનાર નથી. તેમ છતાં આદર્શ આચારસંહિતાની અમલવારી ચાલુ રહેશે. તેમાં કોઇ છુટછાટ મળવાપાત્ર રહેશે નહિ. FST / SST / VST / VVT વગેરે ટીમો કાર્યરત રહેશે. કોઇપણ સભા/ સરઘસ / રેલી મંજૂરી વિના યોજી શકાશે નહિ. સરકારના જુદા જુદા વિભાગ, કચેરીઓએ પણ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે. વધુ જાણકારી કે પ્રશ્ન હોય તો જિલ્લાનાં હેલ્પલાઇન નં ૧૯૫૦ અને ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૮૨ ઉપર ફોન કરીને વધુ જાણકારી મેળવી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધીની યાદીમાં જણાવાયું છે.
